Harish Meenashru 
Translator

on Lyrikline: 4 poems translated

from: 德文 to: 古加拉提文

Original

Translation

[HILDE IST BESTIMMT GAR NICHT NACH BONN GEFAHREN]

德文 | Thomas Kunst

HILDE IST BESTIMMT GAR NICHT NACH BONN GEFAHREN
Nach Koblenz, Andernach, nach Kiel,
Sie muß hiergeblieben sein, ich spüre mit dem Finger
Ihre Piercingreste in der Luft, wir heirateten zwei
Mal im Schlaf, von allen Seiten, zum Glück
Vergaß sie, ihre Jacke mitzunehmen, ich habe mir
Vorgenommen, kleiner zu werden, mit
Kleineren Kartoffeln, kleinerem Obst, Steakmedaillons und
Winzigen Getränken, ich habe meine Arme
Mit Wäscheleinen enger geschnürt, ich schlafe
Nur noch mit hochgezogenen Knien, ich lese nur
Noch die Buchzeilen genau in der Mitte, ich stelle mich
Tagsüber gekrümmt vor meinen geöffneten Kühlschrank,
Probiere, mit den Händen phasenweise
Drin zu wohnen, lege
Weinverpackungen und Melonentrümmer
Auf die Arme, Arme
Mit nichts dahinter, ich
Hebe ständig Schnecken vom Boden auf, Grashalme,
Filterpapier und die Kinder von Ameisen, ich gehe in
Die Hocke und bleibe so, ich binde mich an einem Baum
Fest und versuche jetzt, von ganz allein zu bluten, ich
Schlenkere mit den Armen, warte auf Wölfe und
Haie, die auch mal für umsonst schwimmen, bin ich
Schon kleiner geworden, Hilde, ich winke ja gar nicht, ich
Warte, ich esse, ich teile mir mit den Wespen
Den kleinsten, jemals von einem Ast gefallenen,
Aufgesprungenen Apfel, ich bin schon
Kleiner geworden, du mußt
Hiergeblieben sein.

© Thomas Kunst
Audio production: Goethe Institut, 2015

હિલ્ડે બોન તો નથી જ ગઈ

古加拉提文

હિલ્ડે બોન તો નથી જ ગઈ 
કોબ્લેન્ઝે, અન્ડરનાખ કે કિલ 
એ ચોક્કસ જ રહી હશે , 
આ હવામાં હું સ્પર્શી શકું છું એના ખૂંચ્યા કરતા અંશો 
અમે બબ્બે વાર પરણ્યાં, સ્વપ્નમાં, નિંદરમાં 
કાયા આલિંગનબદ્ધ પ્રચંડ કામનાપૂર્વક……
સદભાગ્યે એ વિસરી ગઈ એનું જેકેટ, નાજુક નમણું 
મારો તો હાથ પણ ઘૂસતો નથી એની બાંહ્યમાં 
એટલે મેં હવે નિર્ણય કર્યો છે જરા માપના, જરા નાના-પાતળા બની જવાનો 
આવડા અમથા બટાકા, નાનકડા બોર -જાંબુ , માંસના પાતળા પતીકાં 
ને શરબતની પ્યાલી, તે પણ ટચુકડી. 
પાતળા થવા સુતળી વડે મેં ચુસ્ત બાંધી દીધા છે મારા હાથ, 
સુઈ જાઉં છું કેવળ ટૂંટિયું વાળીને , વાચું છું તો કેવળ 
પુસ્તકની બરાબર વચ્ચેની પંક્તિઓ , આખો દહાડો ખુલ્લા ફ્રીજ સામે 
વાંકો વાળીને ઊભો રહું છું, આસ્તે આસ્તે ઘુસવા મથું છું એની અંદર, 
હું મૂકું છું વાઇનનાં પેકેટ ને તરબુચના ટૂકડા. 
હું સતત ઊંચક્યા કરું છું ભોય પરની ગોકળગાયો , ફિલ્ટર પેપર 
કીડીઓનાં બચોળિયાં, ઘાસની પત્તીઓ. 
હું બસી પડું છું અદુગડો ને ત્યાં જ બરાબર ટકી રહું છું 
જાતે બંધાઈ જાઉં છું ઝાડ સાથે, ખુદને લોહી કાઢવા મથું છું 
કે આવે કોઈ વરુ, આવે કોઈ આમતેમ રઝળતી શાર્ક 
ને કરી મૂકે મને પાતળો 
શું હું ખરેખર જ પાતળો ને નાનો થઇ ગયો છું, હિલ્ડે ? 
હું ક્યા હાથ હલાવું છું ?- હું તો રાહ જોઉં છું, 
ખાઉં છું, ડાળખી પરથી ગરેલા, આ ફાટ પડેલા સફરજનમાં 
ભાગ પડાવું છું, ભમરીઓ સાથે 
હું ખરેખર જ પાતળો બની ગયો છું 
- તું ખરેખર જ 
અહીં રહી હશે. 

Translated into Gujarati by Harish Meenashru

A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2015 by the Goethe Institute in collaboration with Literaturwerkstatt Berlin

[MEINE LIEBSTE GEMAHLIN HOFFENTLICH WIRD ES HEUTE MORGEN]

德文 | Thomas Kunst

MEINE LIEBSTE GEMAHLIN HOFFENTLICH WIRD ES HEUTE MORGEN
Nicht zu hell draußen, denn ich will ohne Anstrengung
An dich denken können, mit welcher Leichtigkeit
Du mir vorgeschlagen hast, allein nach Skudeneshavn
Zu reisen, in die Anstalt der Möwen, Kornfelder
Und Wale, du weißt, daß ich für Sträucher und dicke,
Überschaubare Tiere etwas übrig habe, aber allein
Werde ich diese Dinge nicht so genießen können, wie es
Ihnen zusteht, allein nach Skudeneshavn, du bist
Wahnsinnig, du brauchst viel länger als ich,
Um zu begreifen, daß wir uns lieben, nach all den
Sommerwechseln, unter uns, nach all den Sinfonieresten
Und Kußfetzen, wenigstens in Briefen, meine 
Liebe, weil wir immer viel zu vorsichtig waren, konnten
Wir uns bis zum Ende niemals gegenseitig überraschen,
Unser Anfang war nur ein Spiel, und unser Ende
War die Müdigkeit des Spiels, ich will nachts endlich
Wieder irgendwohin fahren müssen, dahin, wo noch genügend
Aufdringlichkeit auf mich wartet, Aufdringlichkeit
Muß Sehnsucht sein, die sich nicht länger beherrschen
Kann, Skudeneshavn, Skudeneshavn, die Möwen, die
Kornfelder und Wale, du weißt, daß ich dieses Blau
Schon immer geliebt habe, dieses Blau, bei dem
Ich an Krankenhäuser denken muß, an die Flure,
In denen Keime abgetötet werden sollen, dieses Blau, 
Mit seiner Vorliebe für de Verhaltensgestörtheit
Von Violett, du brauchst wirklich viel länger als ich, um
Zu begreifen, daß ich dir, mit meiner einseitigen Liebe, 
Nur einen Gefallen getan habe, mit welcher Leichtigkeit
Ich an dich denken kann, es war doch deine Idee,
Hierher zu fahren, in diese präzisen Horizontanlagen,
Mit ihren treibenden Wetterstämmen, wie überschaubar
Und nachlässig von dir, mich gerade dahin zu schicken,
Wo es mir an nichts fehlen kann, du mußt wirklich
Wahnsinnig sein, mit meiner einseitigen Liebe
Zu dir, du schreibst, du seist dicker geworden, du
Weißt doch, daß ich dieses Blau schon immer geliebt 
Habe, laß die fünf Kilo dort, wo sie sind, denn
Wenn die fehlen, wirst auch du wieder weiter von mir
Entfernt sein, gut, daß ich allein gefahren bin,
Ich denk an dich, aber was
Wäre ich am Fenster ohne Wale.

© Thomas Kunst
Audio production: Goethe Institut, 2015

પ્રિય, હજી મળસ્કાનું અંધારું હોય તો સારું

古加拉提文

પ્રિય, હજી મળસ્કાનું અંધારું હોય તો સારું
પ્રિય, 
હજી મળસ્કાનું અંધારું હોય તો સારું -
મારે ડૂબી જવું છે તારી યાદમાં, સહજપણે. 

તે તો કહી દીધું કે તું તારે એકલો જા સ્કુડનેસહાફન 
જા, તારા એકાંતના એ ઉપચાર કેન્દ્રમાં 
જ્યાં છે મકાઈનાં વિશાળાં ખેતરો, દરિયાઈ ગલપક્ષીઓનો કલરવ 
ને ભૂરા ઉછાળા મારતી વ્હેલોનો જલમંજુલ ધ્વનિ. 

તું તો જાણે છે, મને કેટલાં તો પ્રિય છે 
પુષ્પોથી લચેલા છોડ ને પાલતું પ્રાણીઓ , ખાસ તો ભરાવદાર 
પણ આમ, સાવ એકલા, - 
તારા વિના તો હું શી રીતે મઝા માણી શકું આ સ્કુડનેસહાફનની 

તું તો પાગલ છે, તને મારા કરતાં બહુ મોડેથી સમજાય છે 
આપણો પરસ્પરનો પ્રેમ 
આટઆટલી વસંતો પછી પણ, આટઆટલી શેષ મધુર સુરાવલીઓ પછી પણ
એ મધુર અડપલાં, આછાં ચુંબનો…. 

પ્રિય, આપણે તો સાચવી સાચવીને વર્તતા રહ્યા 
- આપના પત્રોમાં તો ખાસ -
કે છેવટ સુધી આપણે અરસપરસને આશ્ચર્યચકિત ન કરી શક્યા 
પ્રણયની સ્વીકૃતિ દ્વારા

આપણો આરંભ, જાણે નરી રમત ને એનો અંત 
રમતનો થાક, મારે આ રાત્રિમાં 
ફરી ક્યાંક હંકારી જવું પડશે જ્યાં મારી વાટ જોતી હોય 
પરિચિતતાઓ - એ પરિચિતતાઓ જ બની ગઈ હોય ઊંડી આરત, જે હવે સાવ બેકાબુ -
સ્કુડનેસહાફન, સ્કુડનેસહાફન, એ મકાઈનાં ખેતરો, એ દરિયાઈ ગલપક્ષીઓ ને 
ઉછાળા મારતી વ્હેલો - તું તો જાણે છે, આ રમણીય ભૂરાશ 
મને કેટલી તો પ્રિય છે 
જો કે એ મને યાદ અપાવે છે 
એ હોસ્પિટલો ને એની પરસાળોની પણ 
જ્યાં બધું જ જંતુમુક્ત 

સાચે જ તને મારા કરતાં બહુ જ વાર લાગે છે સમજવામાં -
સમજ કે મારા એકપક્ષીય પ્રેમે એટલું તો કર્યું કે 
હું તને હું તને નિરંતર યાદ કરતો રહું છું

તેં જ તો મને પૂરી દીધો 
આ એકાંતિક સારવારકેન્દ્રના મનોમય બંધિયાર ચોકઠામાં 
તને ક્યાં મારી જરાય પડેલી છે? -તેં તો મને એવી જગ્યાએ ધકેલી મૂક્યો 
જ્યાં કશ્શાયની જરૂર જ ન પડે, હા, ક્શ્શાયની…… 
તું પાગલ થઈ ગઈ છે, તારા પ્રત્યેના મારા એકતરફી પ્રેમથી 
તું લખે છે કે તારું વજન પાંચેક કિલો વધી ગયું છે 
તો સમજ કે આ રમણીય ભૂરાશ મને તો હંમેશાંથી પ્રિય છે 
તો રહેવા દે એ પાંચ કિલોને, - જ્યાં છે ત્યાં,
વજનમાં ઘટાડો થશે તો 
તું મારાથી હજી વધારે દૂર ચાલી જશે. 

સારું છે કે હું એકલો જ આવી ગયો છું અહીં 
હું તને યાદ કરું છું , પણ શું હોત હું 
જો ન હોત આ બારી,
ન હોત મકાઈનાં આ વિશાળાં ખેતરો, દરિયાઈ ગલપક્ષીઓ 
ને ભૂરા ઉછાળા મારતી આ વ્હેલોનો જલમંજુલ ધ્વનિ 
શું હોત હું….. 

Translated into Gujarati by Harish Meenashru

A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2015 by the Goethe Institute in collaboration with Literaturwerkstatt Berlin

what is poetry?

德文 | Ulrike Draesner

putzen staubsaugen rotz abwischen geschürftes knie
bauch streicheln zum einschlafen oder wenn er wehtut
ein bettlied singen vorlesen die beine spreizen empfänglich
und tröstlich sein die wäsche in die trommel stopfen
schamhaare aus dem abfluß fischen zum zehnten mal
den klodeckel schließen die gesamten becher der familie
auf der spülmaschine abgestellt in die maschine räumen
fluchen aber unhörbar an die erziehung des mannes
denken jede erziehung aufgeben sich bücken den hund
füttern mensch ärgere dich nicht spielen wie ein trottel
endlich im bad tür von innen abschließen nach einer minute
riesengeschrei: rotz abputzen marmeladenbrot schmieren
marmeladenbrot vom teppich klauben badeanzüge
auswaschen selbst den ganzen tag nicht rausgekommen
hausschlüssel suchen multi-tasking bewundern
und verachten als mutti-tasking verhören toten vogel
vom fensterbrett schippen sich nicht ekeln ihn
in den garten bringen blick auf den sonnensturm
schmetterlinge das ganze zeug am tümpel (muss
auch endlich saubergemacht werden) libellen
für sekunden die spiegelung
sehen: sich selbst
             halbdämmrig, klein
             ein kind das die weißen
             zähne zeigt, deine zähne

es ist dein körper
du weißt kein besseres wort
             für das, was du siehst, lebendig
             und von dir
             unterschieden
weiß es mehr über dich als dir recht
sein kann es sagt: ich liebe
dich tiefer als einen wald

es sagt: dunkel ist das innere des mundes
und alles was denkt

© 2014 Luchterhand Literaturverlag, München in der Verlagsgruppe Random House GmbH
from: Subsong. Gedichte
München: Luchterhand Literaturverlag, 2014
Audio production: Literaturwerkstatt Berlin, 2014

કવિતા શું છે ?

古加拉提文

પોતું મારવું વેક્યુમ કરવું નાક લૂછવું છોલાયેલા ઢીચણને ઠપકારવા
પેટ પંપાળવું ઊંઘી જવું અથવા જ્યારે દુખવા માંડે
ગાવું એક હાલરડું વાંચવું ગ્રહણશીલ બનવા બે પગ પહોળા કરવા
મનને દિલાસો આપવો ધોવાના લૂગડાં બાસ્કેટમાં ઠાંસવા
ગુહ્યાંગ પરના વાળ ભેગા કરવા કમોડનું  ઢાંકણું
દસમી વાર વાસવું  રફેદફે પડેલા પીધેલા પ્યાલાઓ
ડીશ વોશિંગ મશીનમાં બરાબર ગોઠવવા
ગાળ ભાંડવી, પણ જરા ધીમા સાદે
ધણીના ઉછેરબુછેર ને સંસ્કારના વિચારો છોડીને વાંકા વળીને
કૂતરાને ખાવાનું આપવું બબુચકની જેમ ‘લુડો’  રમ્યા કરવું
છેકછેવટે , એક મિનીટ પછી બારણું અંદરથી વાસવું
એક મો..ઓ...ટ્ટી  ચીસ : બ્રેડ પર મુરબ્બો ચોપડવા નાક લૂછવું
જાજમ પરથી મુરબ્બાવાળી બ્રેડ સાફ કરવી
સાફ કરવો સ્વીમીંગ સૂટ જાતે જ
ને ઘરની બહાર તો એક ડગલું ન માંડવું
પાછું છોકરાંવની ઘરની ચાવી શોધવી મલ્ટીટાસ્કીન્ગની પ્રશંસા કરવી 
ને ધીક્કારવું મમ્મીટાસ્કીંગ ઉલટતપાસ કરવી મરેલા ચકલાંનાં છુંછાં 
બારીના કાચ પરથી ઉખેડવાં ને ઓકારી કર્યા વિના એને લઈ જવાં 
બગીચામાં જ્યાં
      પતંગિયા ને સકળ જીવસૃષ્ટિ
હોજ પાસે ( ઓ, આ બધું પણ હજી સાફ કરવાનું છે )
ત્યાં સૂસવતો રવ એક ડ્રેગનફ્લાઈનો
ને
પળભર માટે હોજ ઉપર આ ઝૂકવું
             ને પ્રતિબિમ્બમાં ઝલમલ ઝલમલ 
             તમે નિહાળી રહો સ્વયંને
સાવ ધૂંધળી છવિ
ખિલખિલ હસતું શિશુ બતાવે સફેદઉજ્જવળ દાંત
દાંત એ તારા
આ તારી કાયા
-ના જાણે તું એથી સારો શબ્દ-
આ તું જે જોઈ રહી છે તે અભ્યંતર જીવન
એ તારાથી સાવ વિખૂટું વળી સદંતર ભિન્ન
એ જાણે છે તારા વિષે તને ગમે તેથી ય અધિકું

કહે તને એ : પ્રેમ કરું હું તને
ગાઢા વનથી અધિક ઊંડો
કહે તને એ : મુખની ભીતર છે ગાઢો અંધાર
વળી બધું એ બધું જ કે જે કરતું રહે વિચાર

ગુજરાતી અનુવાદ : હરીશ મીનાશ્રુ
Translated into Gujarati by Harish Meenashru
A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2015 by the Goethe Institute

rohling

德文 | Ulrike Draesner

in ihn werden sie gegossen
die zukünftigen jahre
ich gebe dir zucker den guten start
als wärst du ein pferd dir die sporen

zu verdienen. so sagt man noch?
genossen die zukunft, stoffbespannt.
wir lassen es, sage ich zu dir: kleben!
wir lassen ein band es umgeben

und nahm als muster den elefanten
das dickhäutige frauengeführte tier
das zu trauern weiß wie es ist an
tagen wie diesem: dass die sonne

scheint das datum stimmt und verrinnt
dass der nächste schritt notwendig
und unwiederbringlich gehst du durchs
schultor mit deinen schuhen größe 30

aus kälbchenhaut. nun wachsen
die weißen großen zähne
dir und ich
             will dich hegen

© 2014 Luchterhand Literaturverlag, München in der Verlagsgruppe Random House GmbH
from: Subsong. Gedichte
München: Luchterhand Literaturverlag, 2014
Audio production: Literaturwerkstatt Berlin, 2014

ઘડતર

古加拉提文

એમાં ઉમેરવામાં આવશે
વર્ષો ભવિષ્યનાં ને ઘડાશે ઘાટ.
હું આપુ છું ચોકલેટ ભરેલો કોન1, શુભારંભ માટે.
તું તો જાણે એક વછેરા  જેવી છે
ને તારે વેઠી લેવાની છે શિક્ષા એડીઓની 
ને કરવાની છે કમાણી, -
હજી ય એવું જ કહેવાય છે ને ?
આ ભાતીગળ કપડાથી ઢંકાયેલા
ભવિષ્યને બનાવી લે ભિલ્લુ ને મઝા કર.
એ કપડાને ત્યાં જ રહેવા દે
રહેવા દે એની ફરતે બાંધેલી રેશમ દોરી
એની પર ચિતરામણ છે તને ગમતા હાથીનું
- એ જાડી ચામડીવાળું પ્રાણી
જેના ઝુંડને દોરતી રહે છે એક હાથણી
જે વ્યક્ત કરી શકે છે શોક
જે પરખી શકે છે અંતકાળ
કે ઝળહળી રહ્યો છે સૂર્ય , તારીખ પણ યોગ્ય છે
ને વહી જઈ રહ્યો છે સમય 
જરૂરી છે હવે પછીનું એક પગલું ને કદાચ, બેડો પાર
આ નિશાળના દરવાજામાંથી -
જ્યાંથી પાછા વળવું અસંભવ -
તું પસાર થઇ રહી છે તારા 30 નંબરની સાઈઝના
સુંવાળા ચામડાના જોડા પહેરીને.
હવે વૃદ્ધિ પામ
નવા સફેદ , મોટા દાંત તો તને આવી જ ગયા છે
હું કરીશ તારું ઘડતર.



(કોન1: જર્મનીમાં બાળકને જ્યારે શાળામાં બેસાડવામાં આવે છે ત્યારે એને એક મસમોટા કોનમાં ચોકલેટ ભરીને આપવાની પ્રથા છે, એ રીતે બાળકના મંગલ ભવિષ્યના શુભાશિષ વ્યક્ત કરવામાં આવે છે.એ કોનને બાળકોને પસંદ પડે એવાં ચિતરામણવાળા કપડા વડે ઢાંકીને , ફરતે રેશમની દોરીથી ગાંઠીને બંધ રાખવામાં આવે છે।  નિશાળ છૂટ્યા બાદ બાળક એની મઝા માણે છે. )  

ગુજરાતી અનુવાદ : હરીશ મીનાશ્રુ
Translated into Gujarati by Harish Meenashru
A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2015 by the Goethe Institute