Neerav Patel

gujarati

[MOMBASA ISLAND, ZWEITER JULI, MEINE LIEBSTE]

MOMBASA ISLAND, ZWEITER JULI, MEINE LIEBSTE
Yasmouni, arbeite hier seit gestern als
Entwicklungshelfer, brauche Ablenkung, bevor ich
Endlich wieder was mit einer Frau
Anfange, zuviel Freundschaft zuletzt immer und
Zuwenig Liebe, es ist immer das
Gleiche, bemühe ich mich um
Eine, geht sie am Rand von Sachsen
Schlittschuh laufen, beachte ich sie
Kaum, sind wir ein Paar, ich fahre
Medikamente und Tee nach Tansania und
Ins Landesinnere, da mein Zimmer direkt
Am Tiefseehafen von Kilindini Harbour
Liegt, kann ich keine Nacht schlafen, ständig
Muß ich mit anhören, wie Datteln, Trockenfische
Und Truhen verladen werden, dabei wollte ich
Doch nie nach Afrika, Rimbaud wollte dorthin, ich
Nie, überall Müll und Gemüse, Tücher, Schlangen
Und Ratten, Ratten und Schlangen, die
Garstige Trockenheit an den Wellen der Bleche, die
Barfrau im La Marina kommt aus Trondheim, auch nicht
Gerade um die Ecke, ihre Augen, ihre Haare, ihre
Schultern, theologische Vollkommenheitsbeweise
Zugunsten von Sehnsucht und Toblerone, ihre Art, nie
Mehr Fleisch anzurühren, macht aus mir einen glücklichen
Idioten, ich weiß schon gar nicht mehr, warum ich
Dir das alles schreibe, wenn du keinen Kontakt willst,
Im La Marina, mußt du dich aus allem raushalten und
Stundenlang Erdnüsse kauen, könntest du
Den Ring vom kleinen Finger an der rechten Hand
Bitte einen Finger weiter vorn tragen, davon wird dein
Innenleben heller, deine Seele
Bindungsfähiger, die letzte Nacht habe ich
An einem Container gelehnt, weil ich dachte, er
Macht nicht mehr lange, mit der Stirn und den Händen
An der versprengten Etüde eines Containers,
An den Rippen, an den Klippen eines
Sich nie mehr vom Festland loseisenden
Containers, das ist Afrika, wieviele Haare
Man in den Jahren verliert, erkennt man am
Ehesten nach Umzügen, Garantien der
Ausgekratztheit, die Flusen, die Wüste, der
Staub, dürres, regalloses, inwendiges Gras, mit einem
Hang zu gar keinem Gras, im Herzen des Landes, eine
Frau, die Gott geschickt hat, auf einem Fahrrad mit
Korb, einem Einkaufskorb, einem Einkaufskorb,
Halluzinationen, Erschütterungen, Stotterei, die
Mängel einer vergeblichen Vertrautheit, ihre
Hände nur mit einer Schachtel
Erdbeeren bekleidet, nur ihre Hände, der Rest
Spielt keine Rolle mehr, das ist Afrika, warum ich
Dir das alles schreibe, du bist vielleicht gut, ich brauche
Afrika, bevor ich endlich wieder was mit einer
Frau anfange, einer Frau, die mich selbst
In der Öffentlichkeit monströser Basare und Bibliotheken
In einer schwarzen Badestola in den Wahnsinn
Treibt, und das tust du, du
Glaubst doch wohl nicht wirklich, daß ich
Hierbleibe, nach all den Jahren der Idiotie, der
Leichtsinnigkeit, der Mitschuld und des
Verstandes.

© Thomas Kunst
Producción de Audio: Goethe Institut, 2015

મોમ્બાસા ટાપુ, જી જુલાઇ

મારી વહાલી યાસ્મૌની, 
ગઈ કાલથી જ હું અહી સહાય કર્મચારી તરીકે જોડાયો છુ.
સ્ત્રી સાથે જોડાવા હવે મને કશા વિક્ષેપની જરૂર વર્તાય છે. 
હમેશા આવું જ બન્યું છે : 
કે ખૂબ મજાની મૈત્રી 
પણ પ્રેમ તો લગીરેક જ. 
હું જેનાથી આકર્ષાયો 
તે તો ઑ જાય સેકસોનીની સરહદે આઈસ સ્કેટિંગ કરતી ... 
પછી તો અમે યુગલ બન્યાં ! 
હું દવાઓ અને ચા લઈને 
ટાંન્ઝાનિયાના અંદરુની ઇલકાની સફરે જાઉં છુ. 
મારો ઓરડો ઊંડા સમુદ્રના કાઠે આવેલા કાલિંદીની બંદર સામે છે, 
હું ઊંઘી નથી શકતો, 
વહાણોમાં પટારા, ખજૂર અને માછલીઓ 
લાદતા મજૂરોના સતત શોરબકોરથી.
હું તો ક્યાં આવવા માગતો હતો આફ્રિકા, 
કવિ રિમ્બો ભલે આવ્યા હોય, હું તો નહીં જ. 
જ્યાં ત્યાં ગંદકીના ઢગ, સડેલા શાકભાજી
ચીંથરાં, સાપ ને ઉંદરડા.
લા મરિનાની બાર-લેડી ટ્રોંડનહેમની છે, 
એ પણ નજીકના ગામની તો ન જ કહેવાય. 
એની આંખો, એના વાળ, એના ખભા, એનું સર્વાંગી સૌંદર્ય ! 
એ માંસને તો સ્પર્શ પણ નથી કરતી. 
સ્વિઝ ચોકલેટની મારી ઝંખનાની જેમ 
એ મને ખુશી ખુશી મૂરખ બનાવે છે ! 
પણ મને એ જ ખબર નથી પડતી 
કે હું આ બધુ તને શા માટે લખું છુ, 
જો કશો સંપર્ક જ ન રહેવાનો હોય તો ? 
લા મરિનાથી તો તારે દૂર જ રહેવું છે, 
કલાકો લગી શીંગ ખાવામાં વ્યસ્ત. 
હવે મહેરબાની કરીને તારી વીંટીને અનામિકા પર પહેર, 
તારું અંતર ઉજ્જવળ થશે,
તારો આત્મા સંબંધ માટે સમર્પિત થશે. 
ગઈ રાત્રે હું કન્ટેનરની ધારે માથું ટેકવીને ઊભો ઉદાસ. 
મારી જેમ તે પણ આ ભૂખંડથી છૂટું ના થઈ શકે. 
આ છે આફ્રિકા, જેને તું જાણે છે. 
કેટલા બધા વાળ ખરી પડે છે હરેક ઘરબદલાને ટાણે,
તે હવે સમજાય છે મને ! 
એ ઘાસ., એ ધૂળરજોટી 
અને હવે જ્યાં ઘાસ વગર કોરું ધાકોર છે રણ સમું ! 
ભ્રમણાઓ, કંપનો ને આશ્ચર્યો ! 
કશી સાર્થકતા વિનાનો આ ઘરોબો : 
એના હાથમાં છે સ્ટ્રોબેરીની છાબડી, 
કેવળ એના હાથ જ દેખાય છે મને, બીજુ કશું નહીં, 
કશાની કામના નથી મને. 
આ છે આફ્રિકા ! 
મને એ જ નથી સમજાતું 
કે હું આ બધુ તને શા માટે લખું છુ ? 
તું તો કદાચ મજામાં હો, 
પણ મારે આફ્રિકાની જરૂર છે. 
કે જે થકી હું સ્ત્રી સાથે કશુક પુન: શરૂ કરી શકું. 
એ સ્ત્રી સાથે કે જે બજારોમાં અને પુસ્તકલાયોની જાહેર જગાઓમાં 
કાળાં વસ્ત્રો પરિધાન કરી ફરે છે ને મને પાગલ કરે છે.
તે તું જ છે. 
શું તું માને છે કે આટલા વર્ષોના વેવલા પાગલપન પછી 
હું અહી રહી શકીશ ? 
મારી મૂર્ખામીઓ, આપણો અપરાધબોધ, આપણી સમજ... 

Translated into Gujarati by Neerav Patel

A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2015 by the Goethe Institute in collaboration with Literaturwerkstatt Berlin