tod einer maus

rauheit des halses nur kleines falken &
schlagen sahen ruckenden auges (in
der erinnerung) hielten schon auf
(die hände) eine feldmaus dem räuber
entkommen in ihrem süßen felligen braun
die rührenden bewegungen sahen (maus-ich)
des mäuschens eifrigkeit und hingabe wie
es schutz suchte zuflucht sich drehte tanzte
bis wir tröstend auf es herabblickten über
der kleinen pfütze in die es sich gelegt
abgelegt mit der ergebenshut des sterbenden
tiers sich gebettet. wie konnte es sein dass wir
nichts verstanden weder ihr ende noch uns
in die augen sahen es war der hochzeitstag
den wir nicht feierten vergaßen bereuten
es war endlich und vorbei
so haarig so süß und so starr

© 2014 Luchterhand Literaturverlag, München in der Verlagsgruppe Random House GmbH
Aus: Subsong. Gedichte
München: Luchterhand Literaturverlag, 2014
Audioproduktion: Literaturwerkstatt Berlin, 2014

ઉંદરનું મોત

એનું નાનકડું ગળું ઘવાયેલું
બાજના ક્રૂર પંજાથી.
તેમણે બેઉએ જોયું આઘાતભરી આંખે.
તેને યાદ આવ્યું :
બેઉએ હાથ લંબાવ્યા હતા તેના તરફ...
હાશ, પેલા ઉઠાવગીરના પંજામાંથી ભુખરો ઉંદર છૂટી તો ગયો!
હાલત છે  દયાજનક ને એ ખાય છે લથડીયા
(હું...ઉં... ઉંદર)
પણ ઉંદરે જાણે એની દશા સ્વીકારી લીધી હતી,
એ શરણ શોધતો હતો
મરણોન્મુખ નર્તન કરતાં કરતાં.
અમે ઉપરથી જોઈ રહ્યા છીએ એને દીલાસાભરી આંખે :
એ પડ્યો છે નાના ખાબોચિયામાં.
અંતે એ એના ભાગ્યના શરણે ગયો શાલિનતાથી.
અમે ન તો આંખમાં આંખ મેળવી શક્યાં,
ન કશું સમજી શક્યાં :
ન તો અમે જોઈ શક્યાં એનો અંત
ન અમે જોઈ શક્યાં અમારા સંબંધનો અંત.
એ અમારી લગ્નતિથિ હતી,
પણ જાણે અમે ડોળ કર્યો એના વિસ્મરણનો.
અમે એની ઉજવણી ન કરી.
આ હતો અંત, આ હતો નિશ્ચિત અંત :
મૃત્યુ, મૂંઝવણો અને મીઠાશો.           

અનુવાદ : નીરવ પટેલ
Translated into Gujarati by Neerav Patel
A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2015 by the Goethe Institute