Ulrike Draesner

الألمانية

Harish Meenashru

الغوجاراتية

what is poetry?

putzen staubsaugen rotz abwischen geschürftes knie
bauch streicheln zum einschlafen oder wenn er wehtut
ein bettlied singen vorlesen die beine spreizen empfänglich
und tröstlich sein die wäsche in die trommel stopfen
schamhaare aus dem abfluß fischen zum zehnten mal
den klodeckel schließen die gesamten becher der familie
auf der spülmaschine abgestellt in die maschine räumen
fluchen aber unhörbar an die erziehung des mannes
denken jede erziehung aufgeben sich bücken den hund
füttern mensch ärgere dich nicht spielen wie ein trottel
endlich im bad tür von innen abschließen nach einer minute
riesengeschrei: rotz abputzen marmeladenbrot schmieren
marmeladenbrot vom teppich klauben badeanzüge
auswaschen selbst den ganzen tag nicht rausgekommen
hausschlüssel suchen multi-tasking bewundern
und verachten als mutti-tasking verhören toten vogel
vom fensterbrett schippen sich nicht ekeln ihn
in den garten bringen blick auf den sonnensturm
schmetterlinge das ganze zeug am tümpel (muss
auch endlich saubergemacht werden) libellen
für sekunden die spiegelung
sehen: sich selbst
             halbdämmrig, klein
             ein kind das die weißen
             zähne zeigt, deine zähne

es ist dein körper
du weißt kein besseres wort
             für das, was du siehst, lebendig
             und von dir
             unterschieden
weiß es mehr über dich als dir recht
sein kann es sagt: ich liebe
dich tiefer als einen wald

es sagt: dunkel ist das innere des mundes
und alles was denkt

© 2014 Luchterhand Literaturverlag, München in der Verlagsgruppe Random House GmbH
من: Subsong. Gedichte
München: Luchterhand Literaturverlag, 2014
الإنتاج المسموع: Literaturwerkstatt Berlin, 2014

કવિતા શું છે ?

પોતું મારવું વેક્યુમ કરવું નાક લૂછવું છોલાયેલા ઢીચણને ઠપકારવા
પેટ પંપાળવું ઊંઘી જવું અથવા જ્યારે દુખવા માંડે
ગાવું એક હાલરડું વાંચવું ગ્રહણશીલ બનવા બે પગ પહોળા કરવા
મનને દિલાસો આપવો ધોવાના લૂગડાં બાસ્કેટમાં ઠાંસવા
ગુહ્યાંગ પરના વાળ ભેગા કરવા કમોડનું  ઢાંકણું
દસમી વાર વાસવું  રફેદફે પડેલા પીધેલા પ્યાલાઓ
ડીશ વોશિંગ મશીનમાં બરાબર ગોઠવવા
ગાળ ભાંડવી, પણ જરા ધીમા સાદે
ધણીના ઉછેરબુછેર ને સંસ્કારના વિચારો છોડીને વાંકા વળીને
કૂતરાને ખાવાનું આપવું બબુચકની જેમ ‘લુડો’  રમ્યા કરવું
છેકછેવટે , એક મિનીટ પછી બારણું અંદરથી વાસવું
એક મો..ઓ...ટ્ટી  ચીસ : બ્રેડ પર મુરબ્બો ચોપડવા નાક લૂછવું
જાજમ પરથી મુરબ્બાવાળી બ્રેડ સાફ કરવી
સાફ કરવો સ્વીમીંગ સૂટ જાતે જ
ને ઘરની બહાર તો એક ડગલું ન માંડવું
પાછું છોકરાંવની ઘરની ચાવી શોધવી મલ્ટીટાસ્કીન્ગની પ્રશંસા કરવી 
ને ધીક્કારવું મમ્મીટાસ્કીંગ ઉલટતપાસ કરવી મરેલા ચકલાંનાં છુંછાં 
બારીના કાચ પરથી ઉખેડવાં ને ઓકારી કર્યા વિના એને લઈ જવાં 
બગીચામાં જ્યાં
      પતંગિયા ને સકળ જીવસૃષ્ટિ
હોજ પાસે ( ઓ, આ બધું પણ હજી સાફ કરવાનું છે )
ત્યાં સૂસવતો રવ એક ડ્રેગનફ્લાઈનો
ને
પળભર માટે હોજ ઉપર આ ઝૂકવું
             ને પ્રતિબિમ્બમાં ઝલમલ ઝલમલ 
             તમે નિહાળી રહો સ્વયંને
સાવ ધૂંધળી છવિ
ખિલખિલ હસતું શિશુ બતાવે સફેદઉજ્જવળ દાંત
દાંત એ તારા
આ તારી કાયા
-ના જાણે તું એથી સારો શબ્દ-
આ તું જે જોઈ રહી છે તે અભ્યંતર જીવન
એ તારાથી સાવ વિખૂટું વળી સદંતર ભિન્ન
એ જાણે છે તારા વિષે તને ગમે તેથી ય અધિકું

કહે તને એ : પ્રેમ કરું હું તને
ગાઢા વનથી અધિક ઊંડો
કહે તને એ : મુખની ભીતર છે ગાઢો અંધાર
વળી બધું એ બધું જ કે જે કરતું રહે વિચાર

ગુજરાતી અનુવાદ : હરીશ મીનાશ્રુ
Translated into Gujarati by Harish Meenashru
A result of the project Poets Translating Poets. Versschmuggel mit Südasien, organised in 2015 by the Goethe Institute